જુ. હોકી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં આજે ભારત સામે મજબૂત જર્મનીનો પડકાર

ભુવનેશ્વર, તા.2: ગત ચેમ્પિયન ભારતીય ટીમ એફઆઇએચ જૂનિયર પુરુષ હોકી વિશ્વ કપના સેમિ ફાઇનલમાં શુક્રવારે છ વખતની વિજેતા મજબૂત જર્મનીની ટીમ સામે ખિતાબ બચાવવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ત્યારે ફરી એકવાર ભારતીય ટીમને આશા રહેશે કે તેનું મજબૂત ડિફેન્સ અને ડ્રેગ ફિલકરોનું શાનદાર ફોર્મ જળવાઇ રહેશે.  પહેલા મેચમાં ફ્રાંસ સામે હાર સહન કર્યાં બાદ ભારતીય જૂ. હોકી ટીમે સતત ત્રણ મેચમાં જીત મેળવીને સેમિમાં જગ્યા બનાવી છે. ભારતે કવાર્ટર ફાઇનલમાં યૂરોપની દિગ્ગજ ટીમ બેલ્જિયમની 1-0થી હાર આપી હતી. આ મેચમાં યશદીપ સિવાચ, ઉપસુકાની સંજયકુમાર અને શદાનંદ તિવારીએ શાનદાર રમત રમી હતી. બન્ને ગોલકીપર પ્રશાંત ચૌહાણ અને પવનનો ટૂર્નામેન્ટમાં જોરદાર દેખાવ રહ્યો છે. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer