રહાણે અને કોહલીના રન દુકાળનો અંત આવશે

ઉપસુકાની આજિંક્ય રહાણેએ વર્ષ 2020ની શરૂઆતથી ટેસ્ટ ઈનિંગ્સમાં ફિફ્ટી પ્લસ સ્કૉર માત્ર ત્રણ વખત કર્યો છે (મેલબૉર્ન, ચેન્નઈ અને લૉર્ડ્ઝ) અને યોગાનુયોગ જુઓ આ ત્રણેય સ્કૉર શ્રેણીની બીજી ટેસ્ટમાં થયા છે. આથી, રહાણેનો રન દુકાળ દૂર થાય એવું લાગે છે. તો સુકાની કોહલીએ છેલ્લા 741 દિવસમાં એકેય સદી નોંધાવી નથી. જોકે, વાનખેડે તેના માટે હૅપી હન્ટિંગ ગ્રાઉન્ડ રહ્યું છે. અહીં ચાર ટેસ્ટના છ દાવમાં કપ્તાન કોહલીએ એક બેવડી સદી સાથે 433 રન કર્યા છે. નવેમ્બર, 2019માં વિરાટે છેલ્લે સદી ફટકારી હતી અને ત્યાર બાદ રમાયેલી 12 ટેસ્ટમાં તેના નામે પાંચ અડધી સદી બોલે છે. આશા રાખીએ ટીમનાં મોટાં માથાં ખરેખર મોટો સ્કૉર કરે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer