ડબ્લ્યુટીએ દ્વારા ચીનમાં યોજાનાર આગામી તમામ ટેનિસ સ્પર્ધા સસ્પેન્ડ

ડબ્લ્યુટીએ દ્વારા ચીનમાં યોજાનાર આગામી તમામ ટેનિસ સ્પર્ધા સસ્પેન્ડ
યૌન શોષણનો ભોગ બનનાર ખેલાડી પેંગ શુઆઇ મામલે આકરાં પગલાં
નવી દિલ્હી, તા.2: વુમેન ટેનિસ ઓસોસિયેશન (ડબ્લ્યૂટીએ) દ્વારા આકરા પગલાં લઈને ચીન અને હોંગકોંગમાં યોજાનાર આગામી તમામ ટેનિસ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરી દીધી છે. ડબ્લ્યૂટીએના ચેરમેન સ્ટિવ સાઇમન કહ્યંy છે કે આ નિર્ણય ચીનની મહિલા ટેનિસ ખેલાડી પેંગ શુઆઇની સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલોને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આથી તાત્કાલિક અસરથી ચીન અને હોંગકોંગમાં યોજનારા આગામી તમામ ડબ્લ્યુટીએ ટેનિસ ટૂર્નામેન્ટો સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યાં સુધી મહિલા ખેલાડી પેંગ શુઆઇ સામે ન આવે અને ખૂલીને તેની સ્થિતિ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી અન્ય કોઈ ચર્ચા થશે નહીં. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 3પ વર્ષીય પેંગ શુઆઇ વિમ્બલ્ડન અને ફ્રેંચ ઓપનના ડબલ્સના ખિતાબ જીતી ચૂકી છે. તેણીએ તાજેતરમાં ચીનના નાયબ વડાપ્રધાન ઝાંગ ગાઓલી પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. આ પછીથી તે લાપતા છે. થોડા દિવસ પહેલા ચીનના સરકારી મીડિયાએ પેંગ શુઆઇને એક તસવીર પોસ્ટ કરી હતી અને એવો દાવો કર્યો હતો કે તેણી એક સ્થાનિક ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહી હતી. પેંગ હાલ દુનિયાની ડબલ્સની નંબર વન ટેનિસ ખેલાડી છે. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer