બીએસઈ સ્ટાર એમએફમાં નવેમ્બરમાં રૂ. 37,328 કરોડના ટર્નઓવર થયા

બીએસઈ સ્ટાર એમએફમાં નવેમ્બરમાં રૂ. 37,328 કરોડના ટર્નઓવર થયા
મુંબઈ, તા. 2 : બીએસઈના મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર નવેમ્બરમાં રૂ.37,328 કરોડના ટર્નઓવર સાથે 1.68 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. આ પૂર્વે ઓક્ટોબર 2021માં રૂ.1.60 કરોડ ટ્રાન્ઝેક્શન્સ આ પ્લેટફોર્મ પર થયા હતા. નવેમ્બર મહિનામાં જ આઠમી તારીખે આ પ્લેટફોર્મ પર 24.08 લાખ ટ્રાન્ઝેક્શન સાથે એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યાનો વિક્રમ નોંધાયો હતો. બીએસઈ સ્ટાર એમએફ પર સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં માત્ર આઠ મહિના (એપ્રિલથી નવેમ્બર) દરમિયાન 11.08 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જે 118 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer