કપાસિયા તેલ વધ્યું, પામતેલ ઘટયું

કપાસિયા તેલ વધ્યું, પામતેલ ઘટયું
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 2 : સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂ.1250-1260 બોલાતો હતો. પણ રૂ.1250માં પણ લેવાલી ધીમી હોવાનું વેપારીઓએ કહ્યું હતું. લૂઝમાં દિવસ દરમિયાન 25-30 ટેન્કરના કામકાજ થયા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ. 1940-1941 હતો. સીંગખોળના રૂ.500 વધીને રૂ.39,500 હતા. ગોંડલમાં લૂઝમાં રૂ.1250માં ઓફર થતી હતી છતાં લેવાલી ન હતી. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂ.10 વધીને રૂ,1150-1155 હતો. વોશમાં આશરે 10-15 ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયન ક્રૂડ પામતેલનો ફેબ્રુઆરી કોન્ટ્રાકટ 32 રિંગિટ ઘટીને 4652ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર નજીવા ઘટાડા સાથે રૂ.1150-1151 હતું. સોયાતેલ રૂ.5 ઘટીને રૂ.1185-1187 હતું. 
વેપારીઓએ કહ્યું કે, સીંગતેલનો પૂરતો પુરવઠો બજારમાં હોવા છતાં ખપતું નથી અને કપાસિયા વોશ પુરવઠાના અભાવે મળતું નથી. 
સૌરાષ્ટ્રની બજારમાં કપાસિયા તેલનો ભાવ વધુ રૂ. 5 વધીને રૂ.2075-2105 હતો. પામતેલ  રૂ.10 ઘટીને 1890-1995 હતું. સીંગતેલ રૂ.2235-2285 સ્થિર હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer