રાષ્ટ્રગીત સમયે બેસી રહેવા બદલ મમતા બેનરજી વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ, તા.2 (પીટીઆઇ) : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી વિરુદ્ધ મુંબઈમાં રાષ્ટ્રગીતનાં અપમાન કરવાની ફરિયાદ નોંધાઇ છે. તેમની વિરુદ્ધ ફરિયાદ ભાજપ નેતાએ નોંધાવી છે. બુધવારે મુંબઈની મુલાકાતે આવેલા ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે ખુરશી ઉપર જ બેઠાં રહ્યાં હતાં અને થોડીવાર બાદ તેઓ ઊભા થયાં હતાં અને ગીતની પંકિતઓ દ્રવિડ ઉત્કલ બંગ બાદ જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારત બોલીને રાષ્ટ્ર ગીતને બંધ કરાવ્યું હતું. આ બાબતનો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ ભાજપના મુંબઈ મંત્રી વિવેકાનંદ ગુપ્તા અને વિધાનસભ્ય અતુલ ભાતખળકરે પોલીસ સ્ટેશનમાં અગ્રણી રાજનેતા દ્વારા રાષ્ટ્રગીતના અપમાન બદલ ફરિયાદ નોંધાવી છે. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust