ગુજરાત રમખાણોમાં કાવતરાના પુરાવા નથી : એસઆઈટી

જાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હી તા.ર : ગુજરાતના કોમી રમખાણો મામલે એસઆઈટી એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને કલીનચિટ આપી હતી. આ આદેશ વિરૂદ્ધ જાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એસઆઈટીએ કહયુ કે ગુજરાત રમખાણોમાં વ્યાપક કાવતરાના કોઈ પુરાવા નથી.
એસઆઈટીએ દલીલ કરી કે રમખાણોને રાજય દ્વારા પ્રાયોજિત બતાવવાનો અરજકર્તા દ્વારા જે દાવો કરાઈ રહ્યો છે તે દુર્ભાવનાથી પ્રેરિત છે. રાજય પ્રાયોજિત ગણાવવા પાછળ તેમનો ઈરાદો, મામલાને હંમેશા ગરમ રાખવાનો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળ બેંચ સમક્ષ એસઆઈટીએ દલીલ રજૂ કરી કે જાકિયા ઝાફરીએ વ્યાપક કાવતરાનો જે આરોપ લગાવ્યો હતો તે અંતર્ગત ફરિયાદને એફઆઈઆરમાં બદલવામાં આવી ન હતી કારણ કે હાઈકોર્ટે એસઆઈટીને કહ્યં હતું કે તે મામલો ધ્યાને લઈ અને પછી કાયદા હેઠળ કાર્યવાહી કરે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer