મધ્ય રેલવેનું ટ્રેનોમાં ધૂમ્રપાન અને જ્વલનશીલ સામાન વિરુદ્ધ અભિયાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મધ્ય રેલવેએ ટ્રેનોમાં ધૂમ્રપાન અને જ્વલનશીલ સામાન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આગની કોઇપણ ઘટનાથી બચવા માટે પહેલી ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી શરૂ કરાયેલા વિશેષ અભિયાન હેઠળ કર્મચારીઓને અગ્નિશમન યંત્રોના ઉચિત ઉપયોગની તાલીમ આપવામાં આવશે તેમ જ ટ્રેનોમાં પ્લાસ્ટિક એફઆરપી બદલી લેવાશે. મધ્ય રેલવેએ પ્રવાસીઓ અને નાગરિકોમાં જનજાગૃતિ માટે મલ્ટિ મીડિયા અભિયાનો સાથે ઓનબોર્ડ ધૂમ્રપાનના નિષેધને લાગુ કરવા પ્રવાસીઓ માટે સંદેશ મુકાશે કે કચરાપેટીમાં ફેંકાયેલો સિગારેટનો ટુકડો શેનું કારણ બની શકે છે ? તે સમજાવવામાં આવશે.
ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થ લઇ જવો રેલવેના અધિનિયમની કલમ 164 હેઠળ દંડનીય ગુનો છે અને દોષીને ત્રણ વર્ષની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ કે બંને થઇ શકે છે અને કલમ 165 હેઠળ રૂા.500નો દંડ થઇ શકે છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer