મુંબઈમાં આજે વાદળિયું હવામાન રહેશે

મુંબઈ, તા. 2 : શહેર તથા પરાંમાં આવતી કાલે વાદળિયું વાતાવરણ રહેશે અને કેટલાંક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા હળવા દબાણના પટ્ટાને પગલે બુધવારથી મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ગુરુવારે મુંબઈમાં મધ્યમ વરસાદની નોંધ થઇ હતી. આ કમોસમી વરસાદને પગલે રાજ્યમાં કેરી અને સફેદ કાંદાની ખેતીને ભારે નુકસાન થયું છે. પનવેલમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 84 મિ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર વરસાદનું જોર હળવું થશે તેમ છતાં આગામી બે દિવસ મહારાષ્ટ્રના કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં વરસાદ પડશે.
આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 90.2 મિ.મી. અને સાંતાક્રુઝમાં 91.2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 5.4 મિ.મી. અને સાંતાક્રુઝમાં 4.3 મિ.મી. વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer