કૃષિ કાયદા સત્તાવાર રદ રાષ્ટ્રપતિએ કર્યા હસ્તાક્ષર

નવી દિલ્હી, તા. 2 : કૃષિ કાયદાની વાપસી સંબંધિત વિધેયક ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ ત્રણ કૃષિ કાયદા સત્તાવાર રીતે રદ થયા છે. સંસદના બન્ને સદનમાં શિયાળુ સત્રના પહેલા જ દિવસે પાસ કરાવી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પ્રકાશ વર્ષના પર્વ ઉપર કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું અને આંદોલન કરી રહેલા કિસાનોને પરત પોતપોતાના ઘરે જવાની અપીલ કરી હતી. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer