યુવાન અભિનેતા બ્રહ્મસ્વરૂપ મિશ્રાનું નિધન

યુવાન અભિનેતા બ્રહ્મસ્વરૂપ મિશ્રાનું નિધન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : વેબ સિરીઝ મિર્ઝાપુરમાં શ્રેષ્ઠ અભિનય કરનારા અભિનેતા બ્રહ્મસ્વરૂપ મિશ્રા (36) ગુરુવારે બપોરે વર્સોવામાંના પોતાના ભાડાંના ફલૅટમાં મૃત મળી આવ્યા હોવાની જાણકારી પોલીસે આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મિશ્રા ગત ચાર વર્ષથી ઇંલેકસ નગર સોસાયટીમાં ભાડાંના ફલૅટમાં એકલા રહેતા હતા. પાડોશીઓને ગુરુવારે સવારે ફલૅટમાંથી દુર્ગંધ આવતાં તેમણે પોલીસને સૂચના આપી હતી. મિશ્રાનો મૃતદેહ ફલૅટના શૌચાલયમાં મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે કૂપર હોસ્પિટલ મોકલી દેવાયો છે અને ભોપાલમાં રહેતા તેના ભાઇ સંદીપ મિશ્રાને તેની જાણકારી આપી દેવાઇ છે. વર્સોવા પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer