મુંબઈમાં 36,188 ટેસ્ટમાં મળ્યા વધુ 228 કોરોના સંક્રમિતો

મુંબઈમાં 36,188 ટેસ્ટમાં મળ્યા વધુ 228 કોરોના સંક્રમિતો
નવી મુંબઈમાં 22 અને કલ્યાણ-ડોમ્બિવલીમાં 18 નવા કેસ 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 228 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,63,217 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1913 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
બુધવારે મુંબઈમાંથી 108, મંગળવારે 187, સોમવારે 115 અને રવિવારે 217 નવા દરદી મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં એક કોરોનાગ્રસ્તોનું મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,341 પર પહોંચી ગયો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 216 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,42,292 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરીરેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 3084 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.02 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 15 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 36,188 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,24,99,327 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના માત્ર 796 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી ગુરુવારે કોરોનાના નવા 796 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,37,221 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 7209 દરદી સારવાર હેઠળ છે. 
બુધવારે રાજ્યમાંથી 767, મંગળવારે 678, સોમવારે 536 અને રવિવારે 832 નવા કેસ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 952 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં 73,024 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 897 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના આઠ નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 21 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 22, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 18, ઉલ્હાસનગરમાંથી બે, ભિવંડી-નિઝામપુરમાંથી શૂન્ય, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 11, પાલઘર જિલ્લામાંથી પાંચ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 28, રાયગઢ જિલ્લામાંથી પાંચ અને પનવેલ શહેરમાંથી નવ નવા કેસ મળ્યા હતા. 
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer