ફ્રાન્સના પ્રમુખે બ્રિટિશ વડા પ્રધાનને જોકર કહેતા વિવાદ

ફ્રાન્સના પ્રમુખે બ્રિટિશ વડા પ્રધાનને જોકર કહેતા વિવાદ
પેરિસ, તા. 2 : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એક ખાનગી વાતચીતમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને જોકર ગણાવી દેતાં વિવાદ સર્જાયો છે. 
હકીકત કંઈક એવી છે કે, મેક્રોનને ચિઠ્ઠી લખતાં બોરિસે ફ્રાન્સના દરિયાકાંઠાઓથી આવતી નૌકાઓ પર પ્રતિબંધ મૂકી શકાય, તે માટે સંયુક્ત પેટ્રોલિંગ કરવાનું સૂચન કર્યું હતું. શરણાર્થી નૌકા ડૂબી જવા અંગે બન્ને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત બાદ પત્રમાં જોનસને કરેલાં સૂચનને ફ્રાન્સે અસ્વીકાર્ય ગણાવ્યું છે. 
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બ્રિટિશ વડાપ્રધાનને જોકર કહ્યા છે, તો ફ્રાન્સે કહ્યું છે કે, જોનસનની જાહેર ચિઠ્ઠીને સ્વીકારતા નથી. આ પત્ર બાદ જ વિવાદ વધુ વકર્યો છે.
Published on: Fri, 03 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer