એસવીઓડી સ્ટ્રિમિંગ સર્વિસ હાયુ લૉન્ચ થઈ

એસવીઓડી સ્ટ્રિમિંગ સર્વિસ હાયુ લૉન્ચ થઈ
અૉલ રિયાલિટી ટીવી અને એનબીસી યુનિવર્સલની એડ-ફ્રી સબ્સક્રિપ્શન વીડિયો - અૉન - ડિમાન્ડ (એસવીઓડી) સ્ટ્રિમિંગ સર્વિસ હાયુને ભારતમાં તાજેતરમાં લૉન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ મોબાઈલ, ટેબલેટ, લેપટોપ અને કનેકટેડ ટીવીમાં ઉપલબ્ધ થશે. હાયુ પર ટોચના રિયાલિટી કન્ટેન્ટના આઠ હજારથી વધુ એપિસોડ છે. આમાં કિપિંગ અપ વિથ ધ કાર્દિશિયન્સ, ધ રિયલ હાઉસવાઈવ્સ, ટૉપ શૅફ, મિલિયન ડૉલર લિસ્ટિંગ, ફૅમિલી કર્મા જેવા શૉનો સમાવેશ થાય છે. આથી રિયાલિટી શૉના ચાહકોની હૉમ ડિઝાઈન, ડૅટિંગ, કુકિંગ, ફૅશન અને રિયલ ક્રાઈમના શૉ જોવાની ઈચ્છા પૂરી થશે. વળી સબ્સક્રાઈબર્સે સ્પોઈલર્સની ચિંતા કરવી ન જોઈએ કેમ કે યુએસના મોટા ભાગના શૉ યુએસ બ્રૉડકાસ્ટના રૂપમાં હાયુ પર તે દિવસે જ મળી જશે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer