બાદશાહ રજૂ કરશે સે યસ ટુ ધ ડ્રેસનું ભારતીય સંસ્કરણ

બાદશાહ રજૂ કરશે સે યસ ટુ ધ ડ્રેસનું ભારતીય સંસ્કરણ
ડિસ્કવરી પ્લસ આંતરરાષ્ટ્રીય હિટ ફ્રેંચાઈઝ સે યસ ટુ ધ ડ્રેસના ભારતીય સંસ્કરણને દેશમાં લાવવા તૈયાર છે. લગ્નની ચાલી રહેલી મોસમમાં આ બ્રાન્ડે પોતાના મ્યુઝિક વીડિયો માટે રૅપર બાદશાહને પસંદ કર્યો છે અને તેની સાથે મહિલા ગાયક પાયલ દેવ છે. આ ટ્રેક આદિત્ય દેવ દ્વારા રચિત તથા વીડિયો પ્રૉડકશન હાઉસ, ધ કન્ટેન્ટ ટીમ દ્વારા નિર્મિત છે, જયારે વીડિયોની કોરિયોગ્રાફી પુનિત પાઠકે કરી છે. વીડિયોમાં બાદશાહ ઈવેન્ટ મેનેજર, પંડિત, શૅફ, રૅફર અને ફૅશન ડિઝાઈનર એમ પાંચ અલગ અલગ અવતારમાં જોવા મળશે. આ વિડિયો માત્ર અગાઉના સમયની દુલ્હનને જ નથી દર્શાતો પણ લગ્ન પ્રસંગની મસ્તી, ઉત્સવ અને દુલ્હનના આદરને દર્શાવે છે. આઠમી ડિસેમ્બરે પ્રીમિયર થનારા સે યસ ટુ ધ ડ્રેસ ઈન્ડિયા વિડિયો વિભિન્ન ક્ષેત્રની દુલ્હનોના ઉત્સવની ઉજવણી કરશે, કેમ કે દેશના ટોચના ફૅશન ડિઝાઈનરોએ તેમને સપનાના પોશાકને પસંદ કરવામાં અન કયુરેટ કરવામાં મદદ કરી છે. બાદશાહે જણાવ્યું હતું કે, આ ગીત દરેક દુલ્હનને સ્પર્શશે. આ પ્રથમ વાર હું જાતજાતના અવતાર ભજવું છું. આ ગીત દરેક યુવાનને ગમશે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust