ભાગ્ય લક્ષ્મીના એકસો એપિસોડ પૂરા

ભાગ્ય લક્ષ્મીના એકસો એપિસોડ પૂરા
ઝી ટીવી પરથી પ્રસારિત થતી બાલાજી ટેલિફિલ્મ્સની સિરિયલ ભાગ્ય લક્ષ્મીના એકસો એપિસોડ પૂરા થયા છે. આ સિરિયલમાં નિ:સ્વાર્થ યુવતી લક્ષ્મીની વાર્તા છે. હંમેશાં બીજાને મદદ કરવા તત્પર લક્ષ્મીના જીવનથી દર્શકો આકર્ષિત થયા છે.સિરિયલમાં આવતાં ઉતાર-ચડાવ  સાથે એકસો ઓપિસોડ પૂરા થયા છે. લક્ષ્મીની ભૂમિકા ભજવતી  ઐશ્વર્યા ખરેએ જણાવ્યું હતું કે, ચાહકો પાસેથી આટલો પ્રેમ મળ્યાનો આનંદ છે. મને લાગે છે કે હજુ તો ગઈકાલે શૂટિંગ શરૂ થયું છે ત્યાં અમે 100 એપિસોડનો પ્રવાસ પૂરો કરી લીધો અને એક પરિવાર જેવા બની ગયા છીએ. હવે લક્ષ્મીના જીવનમાં નાટકીય વળાંક આવશે અને તે જોવાની દર્શખોને મજા આવશે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer