જુ. હોકી વર્લ્ડ કપ : સેમિફાઈનલમાં જર્મની સામે ભારતનો પરાજય

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત હવે ત્રીજા સ્થાન માટે રમશે
ભુવનેશ્વર, તા.3 : જૂનિયર હોકી વલ્ડર્કપના સેમિફાઈનલમાં જર્મની સામે ભારતનો 2-4થી પરાજય થયો છે. આ પહેલા કવાર્ટર ફાઈનલમાં ભારતે બેલ્જિયમને 1-0થી હરાવ્યું હતુ. સેમિફાઈનલ મુકાબલામાં ભારતની ટક્કર જર્મની સામે થઈ હતી. જર્મનીએ કવાર્ટર ફાઈનલમાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું હતુ. ભારતીય ટીમ જૂનિયર હોકી વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી. 2016માં ભારતે બેલ્જિયમને હરાવી ટાઈટલ જીત્યુ હતુ. આ વખતે પણ ભારતીય ટીમ વિજેતા બનવા ફેવરિટ હતી પરંતુ જર્મનીએ અપસેટ સર્જતા 1-0ની લીડ મેળવ્યા બાદ અંતે 4-2થી મેચ જીતી લીધો હતો. ભારત હવે ત્રીજા સ્થાન માટે ફ્રાંસ સામે રમશે. જર્મની અને આર્જેન્ટિના વચ્ચે હવે રવિવારે ફાઈનલ મુકાબલો થશે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer