બિનલોહ ધાતુના હાજર ભાવ ઉપર માગ-પુરવઠાની અસર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : બિનલોહ ધાતુના સ્થાનિક ભાવમાં માગ-પુરવઠા આધારિત વધઘટનો તબક્કો શરૂ થયો છે. છેલ્લા અઠવાડિયાથી સ્થાનિક બિનલોહ ધાતુ બજારમાં વિવિધ પ્રોડક્ટના ભાવ સોદા અને પુરવઠા પ્રમાણે વધઘટ દર્શાવી રહ્યા છે. તાંબાના વૈશ્વિક ભાવ સાથે હવે સ્થાનિક પુરવઠા સાથે ભાવ સંકળાઈ રહ્યા છે એમ અગ્રણી સપ્લાયરે જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ઓમિક્રોનની અસર પછી આયાત પુન: ઘટવાથી સ્થાનિકમાં ભંગારની પુરવઠા સ્થિતિ થોડી સંકડાવાની અસર હવે હાજર ભાવમાં જોવાઈ રહી છે એમ આયાતકારો માને છે.
દરમિયાન આજે સ્થાનિક બિનલોહ ધાતુ હાજરમાં તાંબા કેબલનો ભાવ ગઈકાલ સામે રૂા. 3 વધીને કિલો દીઠ રૂા. 718 નોંધાયો હતો. જેની સામે તાંબા હેવીનો પુરવઠો વધતા ભાવમાં રૂા. 6ના ઘટાડા સાથે હાજર ભાવ રૂા. 709 ક્વોટ થયો હતો. જ્યારે તાંબા આર્મેચર રૂા. 4 વધારા સાથે રૂા. 693 પર સ્થિર હતો. પિત્તળ વાસણમાં રૂા. બે સુધારથી હાજર ભાવ રૂા. 485 થતાં સોદા ઓછા હતા. તાંબા વાસણનો ભાવ સ્થિર રૂા. 631 બોલાતો હોવાનું ફેડરે જણાવ્યું હતું. બ્રાસ શીટ કટિંગનો ભાવ રૂા. બે સુધારે રૂા. 545 ક્વોટ થયો હતો.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer