મુંબઈમાં 36,272 ટેસ્ટમાં વધુ 186 કોરોના સંક્રમિતો મળ્યા

નવી મુંબઈ 35 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 22 નવા કેસ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 3 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાનાં 186 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,63,403 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1886 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં ત્રણ કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,344 પર પહોંચી ગયો છે. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 210 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 2991 દિવસનો થઈ ગયો છે.
મુંબઈમાં અત્યારે 15 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે, જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 36,272 ટેસ્ટ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના માત્ર 664 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી શુક્રવારે કોરોનાના નવા 664 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,37,289 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 7132 દરદી સારવાર હેઠળ છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં.   
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 915 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 79,919 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 881 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,58,39,692 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 66,37,289 ટેસ્ટ (10.08 ટકા) પોઝિટિવ આવી છે.  
શુક્રવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 18 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 30 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 35, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 22, ઉલ્હાસનગરમાંથી બે, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 11, પાલઘર જિલ્લામાંથી એક, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 13, રાયગઢ જિલ્લામાંથી 10 અને પનવેલ શહેરમાંથી 20 નવા કેસ મળ્યા હતા.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer