ગાંજા પ્રકરણ : એમેઝોનના અધિકારીઓની ધરપકડની માગણી, `કૈટ''ના રાષ્ટ્રવ્યાપી ધરણાં શરૂ

મુંબઈ, તા. 3: ગાંજા વેચાણ પ્રકરણમાં એમેઝોનના અધિકારીઓની ધરપકડની માંગણીને લઇને - કૈટે આજે રાષ્ટ્રવ્યાપી ધરણાં શ્રૃંખલાનો જયપુરથી પ્રારંભ કર્યો હતો. કૈટે વિવિધ રાજ્યો દ્વારા એમેઝોન સાથે કરાયેલી સમજૂતીને પણ રદ કરવાની માંગણી કરી હતી.
એમેઝોનના પોર્ટલ દ્વારા દેશભરમાં વિવિધ શહેરોમાં ગાંજાના વેચાણના એક મોટા રૅકેટનો મધ્યપ્રદેશ પોલીસે 13 નવેમ્બરના પર્દાફાશ કર્યો હતો. પરંતુ એમેઝોનના કોઈપણ અધિકારીની અત્યાર સુધી ધરપકડ કરવામાં નહીં. આવતા દેશભરના વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. ધરપકડની માંગણી માટે કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ જયપુરમાં ધરણાં યોજીને વિવિધ રાજ્યોમાં યોજાનારી ધરણાં શ્રૃંખલાનો પ્રારંભ કર્યો હતો. એમ કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ગાંજા વેચાણ પ્રકરણમાં અન્ય અપરાધીઓનો મધ્યપ્રદેશ પોલીસ અને વિશાખાપટનમ પોલીસે ધરપકડ કરી હતી. અને તેમની પૂછપરછ ચાલુ છે. પરંતુ 20 દિવસ પછી પણ એમેઝોનના અધિકારીઓની ધરપકડ કેમ કરવામાં આવી નથી. એવો સવાલ કર્યો હતો.
એમેઝોન તપાસમાં સહયોગ આપતા નથી અને તેની સામે કાર્યવાહી કરવાની વાત દોહરાવનારા મધ્યપ્રદેશના ગૃહપ્રધાન ડૉ. નરોત્તમ મિશ્રાની શંકર ઠક્કરે પ્રસંશા કરી હતી.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer