ખુલ્લામાં નમાજ : ગુરુગ્રામમાં હિન્દુ સંગઠનોનો વિરોધ

ગુરુગ્રામ, તા. 3 : ગુરુગ્રામમાં નમાજને લઈને શરૂ થયેલી બબાલ સતત ચાલી રહી છે. શુક્રવારે ફરી સેક્ટર 37મા નમાજને લઈને વિરોધ થયો હતો. જ્યો બપોરે દોઢ વાગ્યે લોકો નમાજ માટે પહોંચ્યા ત્યારે વિરોધ કરનારા લોકો પણ પહોંચી ગયા હતા. પોલીસે વિરોધીઓ સામે આકરુ વલણ અપનાવીને 20ની અટકાયત કરી હતી. આ રીતે શહેરમાં ખુલ્લામાં નમાજને લઈને શરૂ થયેલો વિવાદ સતત ચાલી રહ્યો છે. ગુરુગ્રામમાં પ્રશાસન તરફથી 20 અલગ અલગ સ્થળોએ ખુલ્લામાં નમાજની મંજૂરી આપી છે. જેમા સેક્ટર 37નો પણ સમાવેશ થાય છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer