બ્રિટિશ કંપનીની કોરોના એન્ટિબોડી દવા ઓમિક્રોન સામે પ્રભાવી

નવી દિલ્હી, તા. 3 : બ્રિટિશ દવા નિર્માતા કંપની ગ્લેક્સો સ્મિથક્લાઈને દાવો કર્યો છે કે પ્રારંભિક પરિક્ષણથી સામે આવ્યુંછે કે કોરોના સામે તેની એન્ટીદવા બોડી નવા સુપર મ્યુટેન્ટ ઓમિક્રોન વેરિયેન્ટ સામે પ્રભાવી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈન (જીએસકે)એ સોટ્રોવિમૈબને યુએસ પાર્ટનર વીઆઈઆર બાયોટેક્નોલોજી સાથે વિકસિત કરી છે. જે માનવ દ્વારા પહેલાથી બનાવવામાં આવેલા પ્રાકૃતિક એન્ટીબોડી ઉપર આધારિત એક મોનોક્લોનલ એન્ટીબોડી છે. 
પરિક્ષણમાં સોટ્રોવિમેબને 24 કલાકમાં હળવાથી મધ્યમ કોરોના સાથે ઉચ્ચ જોખમ વધરાવતા વયસ્ક રોગીઓમાં હોસ્પીટલમાં દાખલ થવાના કે મૃત્યુના જોખમને 79 ટકા સુધી ઘટાડવાનો દાવો કરવામા આવ્યો છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust