જાન્યુઆરીથી એટીએમથી રોકડ ઉપાડ મોંઘો બનશે

નવી દિલ્હી, તા. 3 : નવા વર્ષના પ્રારંભ સાથે જ એટીએમની મદદથી રોકડ ઉપાડ મોંઘો થઈ જશે. ગ્રાહક એટીએમમાંથી નિયત મર્યાદા કરતાં વધુ રકમ ઉપાડશે, તો તેના માટે બેન્કો વધુ ચાર્જ વસૂલશે.
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના દિશાનિર્દેશો મુજબ એટીએમમાં મફતની સીમા કરતાં વધુ વખત ઉપાડ કરવા પર 21 રૂપિયા અને જીએસટી ભરવો પડશે. પહેલી જાન્યુઆરી, 2022થી નવા દર અમલી થશે.
રિઝર્વ બેન્કે એવું સ્પષ્ટ કર્યું હતું કે, સામાન્ય ખર્ચ (જનરલ કોસ્ટ) વધી જવાના કારણે એટીએમથી ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી છે.
ગ્રાહકો પોતાની જ બેન્કના એટીએમથી એક મહિનામાં પાંચ વખત મફતમાં જમા ઉપાડ કરી શકશે. મહાનગરોમાં અન્ય બેન્કના એટીએમથી ત્રણ વાર મફત જમા-ઉપાડ થઈ શકશે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer