1123 કિલો કાંદા વેચીને સોલાપુરનો ખેડૂત માત્ર 13 રૂપિયા કમાયો

1123 કિલો કાંદા વેચીને સોલાપુરનો ખેડૂત માત્ર 13 રૂપિયા કમાયો
મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : કાંદાના ભાવમાં કડાકો આવ્યો છે? મલાપુરના એક ખેડૂતે 1123 કિલાગ્રામ કાંદા વેચીને માત્ર 13 રૂપિયાની કમાણી કરી છે. જોકે, આ કાંદા ખરીદનાર કમિશન એજન્ટનું કહેવું છે કે ખેડૂતને કાંદાના ઓછા ભાવ મળ્યા હતા એનું કારણ એનો માલ ખરાબ હતો. 
સ્વાભિમાની શેતકરી સંગઠનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે સોલાપુરના આ ખેડૂતે કાંદાની 24 ગૂણી વેચી હતી અને માત્ર 13 રૂપિયા કમાયો હતો. રાજુ શેટ્ટીએ કાંદાના વેચાણની રસીદ પણ ટ્વીટ કરી હતી.        
તેમણે કહ્યું હતું કે કાંદાના ભાવ જો આસમાને ગયા હોત તો કેન્દ્ર સરકારે એની આયાત કરી હોત. હવે ભાવ તૂટ્યા છે તો કેન્દ્ર સરકાર ખેડૂતોની હાલત પર ધ્યાન નહીં આપે. 
જે કમિશન એજન્ટે સોલાપુરના ખેડૂત પાસેથી કાંદા ખરીદ્યા હતા તેણે કહ્યું હતું કે આ કાંદા કમોસમી વરસાદમાં ખરાબ થઈ ગયેલા અને એટલે એ ઓછા ભાવે મેં ખરીદ્યા હતા. સારી ક્વોલિટીના કાંદાના ભાવ પણ આજે તગડા આવે છે. સાલાપુરના ખેડૂતનો કેસ અપવાદરૂપ અને કમનસીબ છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer