સંસદ પરિસરમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના ધરણા

સંસદ પરિસરમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના ધરણા
ભાજપના સાંસદોના વિરોધી દેખાવો
નવી દિલ્હી, તા. 3 : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં અશોભનિય આચરણ માટે સસપેન્ડ કરવામાં આવેલા 12 સાંસદોએ પોતાના સામે કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં શુક્રવારે પણ સંસદ પરિસદમાં પોતાના ધરણા જારી રાખ્યા હતા. બીજી તરફ ભાજપના ઘણા રાજ્યસભા સભ્યોએ સસપેન્ડ કરવામાં આવેલા સાંસદોના આચરણ સામે પ્રદર્શન કર્યું હતું. 
ભાજપના સભ્યોએ હાથમાં કાર્ડબોર્ડ રાખ્યા હતા. જેમાં ગયા સત્રમાં સદનમાં થયેલા હંગામાની તસવીરો હતી અને નીચે લખ્યું હતું કે `લોકતંત્ર ? કે ગુંડાગીરી ?' સત્તારુઢ પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ, સાંસદ સૈયદ જફર ઈસ્લામ, રાકેશ સિન્હા અને અન્ય સભ્યો પ્રદર્શનમાં સામેલ થયા હતા. સસપેન્ડ કરવામાં આવેલા સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી સસપેન્શન રદ ન થાય ત્યાં સુધી મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા ઉપર રહેશે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer