પાંચ રાજ્યમાં વૅક્સિન સર્ટિ. પર મોદીની તસવીર નહીં

ચૂંટણી આચારસંહિતા
નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ): ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા અમલી બની ગઈ હોવાથી ત્યાં રસીના સર્ટિફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર નહીં હોય એમ સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું હતું. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વેક્સિનના પ્રમાણપત્ર પરથી મોદીનો ફોટો હટાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર લગાવશે.
પાંચ રાજ્યમાં 10મી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી ચૂંટણી જંગ ખેલાશે અને 10મી માર્ચે પરિણામો જાહેર થશે. ગઈ કાલે ચૂંટણીની તારીખોના એલાન સાથે જ એ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust