કોહલીની 79 રનની કૅપ્ટન ઇનિંગથી ભારતના 223 : આફ્રિકાએ એલ્ગરની વિકેટ ગુમાવી

કોહલીની 79 રનની કૅપ્ટન ઇનિંગથી ભારતના 223 : આફ્રિકાએ એલ્ગરની વિકેટ ગુમાવી
ત્રીજા અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે 11 વિકેટ પડી : રબાડાની 4 અને યાન્સિનની ત્રણ વિકેટ: કોહલી અને પૂજારા (43) સિવાયના ભારતીય બૅટ્સમૅનો નિષ્ફળ
કેપટાઉન તા. 11: કેપ્ટન વિરાટ કોહલીને વન મેન આર્મી સમાન 79 રનની લડાયક ઇનિંગ છતાં અહીંના ન્યૂલેંડસની બાઉન્સી પિચ પર ત્રીજા અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે જ સાઉથ આફ્રિકાની ઝડપી બોલિંગ સામે ભારતના પહેલા દાવનો 223 રનમાં સંકેલો થઇ ગયો હતો. પ્રથમ દિવસના અંત પર ભારતે વળતો હુમલો કરીને આફ્રિકી કપ્તાન ડિન એલ્ગરની મહત્વની વિકેટ ઝડપીને મેચને સમતોલ બનાવ્યો હતો. આફ્રિકાના 1 વિકેટે 17 રન થયા હતા. ડિન એલ્ગર 3 રને બુમરાહના દડામાં સ્લીપમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. દ. આફ્રિકાની ટીમ ભારતના 223 રનના ટોટલથી હજુ 206 રન પાછળ છે. માર્કરમ 8 અને નાઇટ વોચમેન કેશવ મહારાજ 6 રને નોટઆઉટ રહ્યા હતા. આવતીકાલે મેચના બીજા દિવસે બન્ને ટીમ વચ્ચે સરસાઇ હાંસલ કરવા માટે બોલ અને બેટથી કાંટે કી ટકકર થશે. મેચના પહેલા દિવસે 11 વિકેટ ઉખડી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. આથી કેપટાઉન ટેસ્ટ ફાઇનલ સમાન છે.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust