પંજાબમાં સિદ્ધુએ મુખ્ય પ્રધાન જનતા નક્કી કરશે કહી હાઈ કમાનને પડકાર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 11 : પાંચ રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આ રાજ્યોમાં રિસામણા-મનામણા, ગઠબંધન અને છાવણી બદલવાના ખેલ શરૂ થયા છે. યુપીમાં યોગી સરકારના શ્રમપ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય સહિત ચાર વિધાયકોએ રાજીનામું આપી ભાજપને આંચકો આપ્યો છે.
બીજી તરફ પંજાબમાં નવજોત સિદ્ધુએ મુખ્ય પ્રધાન કોણ બનશે ના મામલે સીધો હાઈ કમાન્ડને જ પડકાર ફેંકયો છે.
સિદ્ધુએ કહ્યું છે કે, ચૂંટણી બાદ કૉંગ્રેસનો મુખ્ય પ્રધાન દિલ્હીથી નક્કી નહિ થાય, પંજાબની જનતા જ નક્કી કરશે.
મહારાષ્ટ્રના મરાઠા નેતા શરદ પવાર પણ સક્રિય થયા છે અને ગોવામાં તૃણમૂલ કૉંગ્રેસ સાથે મળી ચૂંટણી લડવાની વિચારણા કરી રહ્યા છે તેમ જ યુપીમાં પણ સમાજવાદી માટે પ્રચાર કરશે એવું જણાવ્યું હતું.
મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાશે એ નક્કી છે અને મોડી રાત્રે એમના ઘરે ભાજપના બીજા છ વિધાનસભ્યો પણ મળવા આવ્યાના સમાચાર મળ્યા છે.
Published on: Wed, 12 Jan 2022
યોગી સરકારના પ્રધાન સ્વામી મૌર્ય સહિત ત્રણ વિધાયકના રાજીનામા
