સિદ્ધાર્થ રોય કપૂર અને નાગરાજ મંજુળે બનાવશે સીરિઝ મટકા કિંગ

સિદ્ધાર્થ રોય કપૂર અને નાગરાજ મંજુળે બનાવશે સીરિઝ મટકા કિંગ
સિદ્ધાર્થ રોય કપૂરના પ્રૉડકશન હાઉસ રોય કપૂર ફિલ્મ્સ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગરાજ મંજુળે સાથે મળીને મટકા કિંગ નામની સીરિઝ બનાવશે. મટકા નામના જુગાર પર આધારિત આ સીરિઝ 1960થી 1990 દરમિયાન મટકા કિંગ તરીકે કુખ્યાત રતન ખત્રી પરથી પ્રેરિત છે. સીરિઝમાં 1960થી 1990 વચ્ચેના ગાળમાં બનેલી સત્ય ઘટનાઓને દર્શાવવામાં આવશે. રતન ખત્રીને જુગારનો ગુરુ માનવામાં આવે છે અને આજે પણ લોકો તેને મટકા કિંગ તરીકે યાદ કરે છે. તેનું ધ્યેય ધન પર વર્ચસ્વ ધરાવવાનું હતું. તે સમયના મિલ મજૂરો તથા અન્ય કામગારોનું જીવન કઈ રીતે મટકા સાથે સંકળાયેલું હતું તે પણ સીરિઝમાં દર્શાવાશે. સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું કે, નાગરાજ મંજુળે મારા ગમતા ફિલ્મમેકરમાંના એક છે. તેમને આકર્ષક પ્રૉજેકટ બનાવવામાં સહયોગ કરવાનો મને આનંદ છે. 
જયારે ઓટીટીના આ નવા અવસર સાથે જોડાયા વિશે નાગરાજે જણાવ્યું કે, હું અને આદિત્ય એકસમાન રચનાત્મક વિચારો ધરાવીએ છીએ. આથી તેમની સાથે કામ કરવાની મજા આવશે.     
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust