અજય દેવગણે સબરીમાલા મંદિરે દર્શન કર્યા

અજય દેવગણે સબરીમાલા મંદિરે દર્શન કર્યા
અભિનેતા અજય દેવગણે વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢીને કેરળના સબરીમાલા મંદિરે ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. જોકે, આ દર્શન અગાઉ એક મહિનો તેણે આકરા નિયમોનું પાલન અને તમામ ધાર્મિક ક્રિયા કરી હતી. એક મહિનો તેણે કાંદા-લસણ વગરનું શાકાહારી ભોજન લીધું હતું, ચટાઈ પર સૂતો હતો અને શરાબનું સેવન નહોતું કર્યું. અજયે મહિના દરમિયાન વાળ કે નખ કાપ્યા નહોતા. 
અજયે રિવાજ અનુસાર કાળાં વત્રો પહેર્યા હતાં અને માથા પર ઈરુમુડી કેટ્ટુ (ઈશ્વરને ધરવા માટેની સામગ્રી) મૂકીને ઉઘાડા પગે સબરીમાલા ટેકરી પર ચડયો હતો. કેરળના  પથનમથિટ્ટા જિલ્લામાં આવેલી સબરીમાલા ટેકરી સમુદ્રની સપાટીએથી ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ છે. અજયની સાથે અન્ય ભકતો હતા અને તેઓ મંદિરે સવારે 11.30ની આસપાસ પહોંચ્યા હતા. અયપ્પા મંદિરની બાજુમાં આવેલા મલકાપુરમ મંદિરમાં પણ તેણે પૂજા કરી હતી. બાદમાં તેણે આ જાત્રાનો વિડિયો શૅર કરીને સ્વામીએ શરણમ્ અયપ્પા લખ્યું હતું. દેવસ્વમ બોર્ડે શાલ આપીને અજયનું સમ્માન કર્યું હતું. હાલમાં અજય કેરળમાં દિગ્દર્શક લોકેશ કાંગરાજની ફિલ્મ કૈથીની હિન્દી રિમેક માટે ગયો છે.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust