ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 13.56 ટકા

મુંબઈ, તા. 14 : ડિસેમ્બર, 2021માં જથ્થાબંધ ફુગાવો 13.56 ટકાએ નજીવો ઘટ્યો છે. નવેમ્બર, 2021માં જથ્થાબંધ ફુગાવો 14.23 ટકા હતો, જે વીતેલા મહિને 67 બેઝિસ પોઈન્ટ ઘટાડો દર્શાવે છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડાનું કારણ બળતણના ભાવમાં ઘટાડો હતું. બળતણના જથ્થાબંધ ભાવ તેમજ વીજળીના ભાવમાં ફુગાવો નવેમ્બર, 2021માં 29.81 ટકાથી ઘટીને ડિસેમ્બરમાં 32.30 ટકા નોંધાયો હતો. 
જથ્થાબંધ ફુગાવાની તમામ કોમોડિટીનો ઇન્ડેક્સ ડિસેમ્બર, 2021માં માસિક ધોરણે 0.3 ટકા ઘટ્યો હતો, જ્યારે બળતણ અને વીજળીનો ઇન્ડેક્સ 2.7 ટકા ઘટ્યો હતો. ખાદ્ય ચીજોનો ઇન્ડેક્સ પણ 0.8 ટકા જેટલો નજીવો ઘટ્યો હતો.  સમગ્ર જથ્થાબંધ ભાવાંકમાં લગભગ બે તૃતિયાંશ જેટલું ભારણ ધરાવતાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો ઇન્ડેક્સ ડિસેમ્બર, 2021માં માસિક ધોરણે 0.2 ટકાનો વધારો દર્શાવતો હતો.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust