ભાજપની ફરિયાદને કારણે પાલિકાની રૂપિયા 136 કરોડની બચત થઈ

ટ્રેન્ચિંગ કૉન્ટ્રેક્ટના ટેન્ડરો ફરીથી બહાર પડયા
મુંબઈ, તા. 14 : ટ્રેન્ચિંગ (ખાઈ કે ખાડા ખોદવા) કૉન્ટ્રેક્ટસ માટેના ટેન્ડરો ફરીથી બહાર પાડવામાં આવતા બીએમસીને રૂપિયા 136 કરોડની બચત થઈ છે.
જે કંપનીઓએ બીએમસીના અંદાજ કરતા ઉપર બોલી બોલી હતી (બીડ ભર્યાં હતાં) તેમણે હવે બીએમસીએ ટેન્ડરો રદ કર્યા બાદ અને ફરીથી ટેન્ડરો માટે આમંત્રણ આપ્યા બાદ ટ્રેન્ચિંગના કાર્ય માટે અંદાજ કરતા 25 ટકા નીચા ટેન્ડર ભર્યા હતા.
ગેરરીતિ અને કાર્ટેલ બનાવવામાં આવી હોવાના આરોપો બાદ બીએમસીએ અગાઉના ટેન્ડરો રદ કર્યા હતા. બીએમસીએ રૂપિયા 569 કરોડની કિંમતના ટ્રેન્ચિંગ કાર્ય માટેના ટેન્ડતો રદ કર્યા હતા. ટેન્ડરોમાં ગેરરીતિના સાંયોગિક પુરાવા મળ્યા બાદ તેણે આ ટેન્ડર રદ કરવાનો નિર્ણય લીધો હતો.
ભાજપે બીડ જીતવાની આગામી કરી હતી અને નવેમ્બરમાં એ જ કંપનીઓઁએ એક જ દરે ટેન્ડરો મેળવ્યા હતા.
ભાજપના કૉર્પોરેટર વિનોદ મિશ્રાએ યુટીલિટી ટ્રેન્ચિંગ માટેના બીએમસીના ટેન્ડરોમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, તેને કારણે બીએમસીને રૂપિયા 188 કરોડની ખોટ ગઈ હતી. તેમણે બીએમસીના કમિશનર ઇકબાલ ચહલ અને મેયર કિશોરી પેડનેકરને પત્ર પાઠવ્યો  હતો અને તેમાં નવ કૉન્ટ્રેક્ટરોના નામ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમને આ કૉન્ટ્રેક્ટ મળશે. થોડા દિવસ બાદ મિશ્રાના પત્રમાં જે કિંમતનો ઉલ્લેખ કરાયો હતો તે કિંમત પર જ આ કૉન્ટ્રેક્ટરોને બીડ મળ્યા હતા.
ત્યારબાદ બીએમસીએ ફરીથી ટેન્ડરો બહાર પાડયા હતા અને તેમાં કંપનીઓએ અંદાજ કરતા 22થી 27 ટકા ઓછી કિંમતે ટેન્ડર ભર્યા હતા. આમ બીએમસીને બચત થઈ હતી.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer