અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.14 : મધ્ય રેલવેએ સમારકામ અને જાળવણીના કામ માટે મેઇન લાઇન ઉપર માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન ઉપર 16મી જાન્યુઆરીએ સવારે 11.05 વાગ્યાથી બપોરે 4.05 વાગ્યા સુધી બ્લૉક રહેશે.
પશ્ચિમ રેલવેમાં 16મી જાન્યુઆરીએ સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. બ્લૉક દરમિયાન અપ તથા ડાઉન ફાસ્ટ લાઇનોની ટ્રેનોને સાંતાક્રુઝ તથા ગોરેગાંવ વચ્ચે સ્લો લાઇનો ઉપર દોડાવાશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - ચુનાભટ્ટી/ બાંદરા અપ અને ડાઉન હાર્બર લાઇન ઉપર 16મી જાન્યુઆરીએ સવારે 11.40 વાગ્યાથી સાંજે 4.40 વાગ્યા સુધી પાંચ કલાકનો મેગા બ્લૉક રાખ્યો છે. બ્લૉક દરમિયાન સવારે 9.53 વાગ્યાથી સાંજે 4.47 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇનની તમામ સેવાઓ રદ રહેશે. બ્લૉક દરમિયાન પનવેલ અને કુર્લા વચ્ચે વિશેષ સેવાઓ ચલાવાશે. હાર્બર લાઇનના પ્રવાસીઓ બ્લૉક દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મધ્ય રેલવેની મેન લાઇન અને પશ્ચિમ રેલવેમાં પ્રવાસ કરી શકશે.
Published on: Sat, 15 Jan 2022