ઉદ્ધવને સાથી પ્રધાનોમાં વિશ્વાસ ન હોય તો દીકરા આદિત્યને તાત્પૂરતો ચાર્જ આપે : ભાજપ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : વિપક્ષ ભાજપે શુક્રવારે એવી માંગણી કરી હતી કે ઓપરેશન બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જો ઘરમાંથી બહીર નીકળી શક્તા ન હોય તો તેમણે તેમના કોઈ કૅબિનેટ સાથીને તાત્પૂરતો ચાર્જ સોંપી દેવો જોઈએ. જો તેમને કોઈ સાથી પ્રધાન પર વિશ્વાસ ન હોય તો તેઓ તેમના પ્રધાનપુત્ર આદિત્ય ઠાકરેને પણ ચાર્જ આપી શકે છે. 
61 વર્ષના ઉદ્ધવ ઠાકરેએ નવેમ્બરમાં સર્વાઈકલ સ્પાઈનની સર્જરી કરાવી હતી અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં યોજાયેલા વિધાનમંડળના પાંચ દિવસના શિયાળુ સત્રમાં પણ ગેરહાજર રહ્યા હતા. તેઓ સત્તાવાર માટિંગોમાં પણ વિડિયો કોન્ફરન્સથી હાજરી આપી રહ્યા છે. 
કોલ્હાપુરમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યું હતું કે, લોકો કહે છે કે છેલ્લાં 70 દિવસથી મુખ્ય પ્રધાન અમને મળ્યા નથી. એટલે ઉદ્ધવે રોજબરોજની માટિંગમાં હાજરી શકે અને રાજ્યની મુલાકાતે જઈ શકે એવા કૅબિનેટમાના સાથીને ચાર્જ સુપરત કરવો જોઈએ. 
તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ અમારા મિત્ર છે એટલે એ જલ્દી સાજા થઈ જાય એવી શુભેચ્છા આપું છું. જોકે, 12 કરોડની વસ્તી ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યનું સંચાલન અને નિયંત્રણ ઘરે બેસીને ન થઈ શકે. આ જવાબદારી ગંભીરતાથી નિભાવવી પડે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust