મુંબઈ, તા.14 : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપ આયુષ મંત્રાલયે `સૂર્ય નમસ્કારથી પ્રાણશક્તિ'નું આયોજન કર્યું હતું, જેમાં ભારત સહિત વિશ્વના 75 લાખથી પણ વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યાં હતા, જેથી પોતાના શરીર અને મગજને કોવિડ મહામારીથી સુરક્ષિત રાખી શકે.
કેન્દ્રીય આયુષ પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને રાજ્ય કક્ષાના આયુષ પ્રધાન ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ આ વર્ચ્યુઅલ ઈવેન્ટ લોન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, શ્રી શ્રી રવિ શંકર, સદગુરુ જગી વાસુદેવ સહિત વિશ્વના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત હતાં.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે સૂર્ય દેવની પૂજા સૂર્ય નમસ્કારથી થાય છે, જે આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે પણ જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માગદર્શન હેઠળ યોગા અને સૂર્ય નમસ્કારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ કહ્યું કે, સૂર્ય નમસ્કાર ઉપર થયેલા વિવિધ રિસર્ચ જણાવે છે કે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ કહ્યું કે, સૂર્ય નમસ્કાર અત્યંત જરૂરી છે અને આયુષ મંત્રાલય પણ આ સૌર ઊર્જાથી થતા ફાયદાને પ્રોત્સાહન આપી રહી છે.
Published on: Sat, 15 Jan 2022
મકરસંક્રાંતિએ વિશ્વમાં એક કરોડથી વધુ લોકોના સૂર્ય નમસ્કાર
