આજે વડા પ્રધાનની સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા

આજે વડા પ્રધાનની સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા
મુંબઈ, તા. 14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી, 2022ના રોજ સવારે સાડા દસ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા કરશે.
કૃષિ, આરોગ્ય, એન્ટરપ્રાઈસ સિસ્ટમ્સ, અંતરીક્ષ, ઉદ્યોગ 4.0, સિક્યોરિટી, ફિનટેક, એનવાયર્નમેન્ટ વગેરે ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સ આ ચર્ચામાં જોડાશે. સૂચિત વિડિયો કોન્ફરન્સિંગમાં 150થી વધુ સ્ટાર્ટઅપ્સ જોડાશે. આ સ્ટાર્ટઅપ્સને છ ગ્રુપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે-મૂળ સ્તરથી વૃદ્ધિ પામનારા, મૂળ બિઝનેસને નવેસરથી આગળ વધારનારા, સ્થાનિકથી વૈશ્વિક, ટેકનૉલૉજીનું ભાવિ,  ઉત્પાદનના અગ્રણી અને સાતત્યપૂર્ણ વિકાસ સાધનારા. આ દરેક ગ્રુપ વડા પ્રધાન સમક્ષ પોતાના વિચાર વ્યક્ત કરશે અને સમજાવશે કે કઈ રીતે સ્ટાર્ટઅપ્સથી દેશમાં આધુનિકીકરણ લાવી શકાય છે. 
એક સપ્તાહ સુધી ચાલનારા `આઝાકી કા મહોત્સવ'ના ભાગરૂપ ``નવીનીકરણના માહોલની ઉજવણી'' પણ કરાશે, જેનું સંચાલન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડીપીઆઈઆઈટી 10થી 16 જાન્યુઆરી, 2022 સુધી કરી રહ્યું છે. 
વડા પ્રધાન દ્રઢપણે માને છે કે સ્ટાર્ટઅપ્સ દેશની વૃદ્ધિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ વર્ષ 2016માં લોન્ચ થઈ હતી. સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિ થાય એ માટે સરકાર તેમના માટે અનુકુળ વાતાવરણ બનાવી રહી છે.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust