સ્વામી પ્રસાદ સાથે ભાજપના આઠ વિદ્રોહી વિધાયકો સપામાં સામેલ

સ્વામી પ્રસાદ સાથે ભાજપના આઠ વિદ્રોહી વિધાયકો સપામાં સામેલ
કાર્યક્રમમાં કોરોનાના નિયમોના ભંગની ફરિયાદ
લખનઉ, તા.14 : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમ જ નેતાઓના પાર્ટી બદલવાના ખેલ સાથે તમામ પક્ષ ઝઝૂમી રહ્યાં છે. ભાજપ સાથે છેડો ફાડીને સાઈકલની સવારી કરનારા એટલે કે સમાજવાદી પક્ષમાં સામેલ થયેલા સ્વામી પ્રસાદ મૌર્યએઁ જણાવ્યું હતું કે, મેં વિચાર્યુ હતું કે આટલા લાંબા સમય સુધી વનવાસ સહન કર્યા બાદ ભાજપા સારું કામ કરશે, પરંતુ એવુ બન્યું નહીં. હું ભાજપને કહેવા માંગુ છું કે આજે (14મી જાન્યુઆરી) જે કાર્યક્રમ યોજાયો છે તે એક એવું વાવાઝોડું લાવશે, જેમાં ભાજપના તંબુ ઉખેડાઈ ફેંકાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે અખિલેશ યાદવ સુશિક્ષિત યુવાન છે અને પ્રદેશના લાખો લોકોનો તેમને સાથ છે. અમે તેમની સાથે મળીને ભાજપને નસ્તેનાબુદ કરી દઈશું. 
સ્વામી પ્રસાદ સાથે ભાજપમાંથી રાજીનામું આપનારા અન્ય એક પ્રધાન ધર્મસિંહ સૈની અને  અન્ય સાત વિધાનસભ્ય સપામાં સામેલ થયા છે, જેમાં
સભામાં ભીડ : ડીએમના તપાસના આદેશ 
 અખિલેશ યાદવની જે સભામાં યોગીના પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની સમાજવાદી પક્ષમાં જોડાયા એમાં ભારે જનમેદની જોવા મળી હતી. આ સભા વર્ચ્યુઅલ થવાની હતી, પરંતુ ભારે સંખ્યામાં નેતા-કાર્યકર્તાઓ સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. સભામાં કોરોનાના પ્રોટોકોલ તૂટયા હતા. ચૂંટણી પંચે 15મી જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં કોઈપણ પ્રકારની રેલી, સભા કે પદ યાત્રા ઉપર પ્રતિબંધ મૂકયો છે. અહેવાલ અનુસાર લખનઉના ડીએમ અભિષેક પ્રકાશે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 
યોગી સરકારના પ્રધાનો સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની શુક્રવારે સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. લખનઉમાં સમાજવાદી પક્ષા કાર્યાલયમાં અખિલેશ યાદવની હાજરીમાં મૌર્ય સપામાં જોડાયા હતા. તેમની સાથે ભાજપમાંથી રાજીનામું આપનારા વિધાનસભ્યો અમરસિંહ ચૌધરી, ભગવતી સાગર, વ્રજેશ પ્રજાપતિ, રોશનલાલ વર્મા, દિનેશ શાકય, મુકેશ વર્મા પણ સપામાં જોડાયા હતા.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust