ઝી રિશ્તે એવૉર્ડ્સમાં સિરિયલોના સિતારા ચાહકો સાથે પરફૉર્મ કરશે

ઝી રિશ્તે એવૉર્ડ્સમાં સિરિયલોના સિતારા ચાહકો  સાથે પરફૉર્મ કરશે
ઝી ટીવી રિશ્તોં કા ત્યોહારની ઉજવણી કરતો ઝી રિશ્તે એવૉર્ડની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ વર્ષે ઝી ટીવીએ સૌથી મોટા ચાહકને પોતાના ગમતા સેલિબ્રિટીને ઝી રિશ્તે એવૉર્ડના સેટ પર મળવાનો મોકો આપ્યો છે એટલું જ નહીં પણ તેની સાથે પરફૉર્મ કરવાની પણ તક આપી છે. આ માટે સૌથી મોટા ચાહકની શોધ શરૂ થઈ છે. ચેનલે ખાસ પંદર સ્પર્ધકનું ઓડિશન લીધું અને તેમાંથી સાતની પસંદગી થઈ છે, જેમને ટિકિટ ટુ ત્યોંહાર આપવામાં આવી છે. આ પસંદગીની પેનલમાં રક્ષંદા ખાન, સુપ્રિયા શુકલા, વૈષ્ણવી મેડોનાલ્ડ, રણબીર અને મલિશ્કાનો સમાવેશ થાય છે. સાત ચાહકોમાં કિરણ-ભાવના રોકડે ભાગ્ય લક્ષ્મીના ચાહક છે, પોલીસ ઇન્સ્પેકટર અમોલ કાંબલે મીતથી પ્રેરિત છે, રસીલાબેન પ્રજ્ઞાને મળવા ઇચ્છુક છે, વ્રજ દુબ્બલ પ્રીતા સાથે મળવાની આશામાં છે. માર્ગારેટ લેન્ની અને અંશુ શર્મા અભીના ચાહક છે, જ્યારે લંડનની એકતા શાહ કરણ લુથરાને મળવા ઉત્સુક છે. આ તમામ સાથે ઝી રિશ્તે એવૉર્ડ એકદમ રસપ્રદ બનવાનો છે ઉપરાંત તમામ સેલિબ્રિટી લાઈવ પરફૉર્મ કરવા માટે ઉત્સાહિત છે. આથી દર્શકેને અનોખો જોશ અને જશ્ન જોવા મળશે.  

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer