સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલ મેડમ સરના 400 એપિસોડ પૂરાં થયા છે. મૂલ્ય પ્રેરિત આ સિરિયલમાં પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે. આમાં ગુલકી જોશી એસએચઓ હસીના મલિક બની છે. યુક્તિ કપૂર, કરિશ્મા સિંહ, ભાવિકા શર્મા, સંતોષ અને સોની નાઈક પુષ્પાજીની ભૂમિકામાં જોવા મળે છે. સિરિયલની વાર્તા અને કલાકારોના ઉમદા પરફોર્મન્સથી ચારસો એપિસોડ પૂરાં થયાનું મેડમ સરની ટીમે જણાવ્યું હતું.
ગુલકી જોશીએ જણાવ્યું હતું કે, અમારો અત્યાર સુધીનો પ્રાવસ અત્યંત અદ્ભૂત રહ્યો છે. આ સિરિયલ દ્વારા મને ઘણું શીખવા મળ્યું છે અને વ્યવસાયિક રીતે આ સિરિયલ સાથે વૃદ્ધિ પામી છું. સિરિયલની વાર્તા કે દિગ્દર્શન ગમે તેટલું સારું હોય પણ ચાહકોના પ્રેમ વગર આ ઊંચાઈ હાસલ કરવી શકય નહોતી. યુક્તિ કપૂરે કહ્યું હતું કે, મેડમ સરની સંપૂર્ણ ટીમ માટે આ આનંદનો અવસર છે. આ શીરિયલો હિસ્સો બનવા મળ્યો એનો મને આનંદ છે. સમય કેટલો ઝડપથી પસાર થાય છે તે માની શકાતું નથી.
Published on: Tue, 18 Jan 2022
મેડમ સરના 400 એપિસોડ પૂરાં
