પઠાણમાં દીપિકા પદુકોણે જાતે જ સ્ટંટ દૃશ્યો કર્યા

પઠાણમાં દીપિકા પદુકોણે જાતે જ સ્ટંટ દૃશ્યો કર્યા
બૉલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણને  સ્ટંટ કરવા ગમે છે. આમ પણ પહેલેથી રમતગમત સાથે સંકળાયેલી હોવાથી તેનું શરીર પણ એથ્લેટિક છે. કારકિર્દિની શરૂઆતમાં ફિલ્મ ઓમ શાંતિ ઓમ અને ચાંદની ચૌક ટુ ચાઈનામાં તેણે ડબલ રોલ કર્યો હતો. ત્યારબાદ તેણે માર્શલ આર્ટ્સની પણ તાલીમ લીધી હતી. અક્ષયકુમાર સાથે તેણે કયારેક માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરી હતી. 2009માં તેણે કરેલી ફિલ્મમાં કેટલાંક દૃશ્યો જોખમી હતા છતાં તેણે બૉડી ડબલ વગર આ દૃશ્યો ભજવ્યાં હતાં અને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. 
ચાંદની ચોક ટુ ચાઈનાના દિગ્દર્શક નિખિલ અડવાણીએ એ દૃશ્યોના શૂટિંગને યાદ કરતાં જણાવ્યું હતું કે, અમને કેટલાક દૃશ્યો અત્યંત જોખમી લાગ્યા હતા. પરંતુ દીપિકાએ બૉડી ડબલ કે વાયરિંગનો ઉપયોગ કરવાને બદલે જાતે કરવાનો આગ્રહ રાખ્યો હતો. તે ખેલાડીઓ જેવો સ્પિરિટ ધરાવે છે અને અશ્રય કુમાર પાસેથી પણ તેણે પ્રેરણા લીધી હતી. અક્ષય તો અૉન ક્રીન ઍકશન દૃશ્યો ભજવવામાં માસ્ટર છે. પણ દીપિકા માટે તે અનુભવ નવો હતો. આમ છતાં તે જરા પણ ગભરાઈ નહોતી. તેણે મહેનત કરીને દૃશ્યોને યોગ્ય રીતે સાકાર કર્યાં હતાં. 
જોકે, ચાંદની ચોક ટુ ચાઈનામાં દીપિકાએ જે ઍકશન દૃશ્યો ભજવ્યા હતા તે રજનીકાંતની ફિલ્મ કોચાડાયીનમાં ભજવેલા દૃશ્યો સામે સાવ મામૂલી લાગે. આ ફિલ્મમમાં દીપિકાએ દસ મિનિટનું સ્ટન્ટ દૃશ્ય ભજવ્યું હતું, જેનું દિગ્દર્શન પીટર હેને કર્યું હતું. નોંધનીય છે કે રૉબોટમાં રજનીકાંતના સ્ટંટ પીટરે કર્યા હતા. ત્યારથી દીપિકાને સ્ટંટ દૃશ્યો જાતે કરવાનો ચસ્કો લાગ્યો હતો. હવે ફરી તેને સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણમાં આ તક મળી છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન છે. પણ દીપિકાએ બૉડી ડબલનો ઉપયોગ કર્યા વગર સ્ટંટ કરવાનો આગ્રહ રાખ્યો અને શાહરૂખની જેવા જ ઍકશન દૃશ્યો ભજવ્યા છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer