ખાદ્યતેલોમાં ઊંચા મથાળે સુસ્તી

ખાદ્યતેલોમાં ઊંચા મથાળે સુસ્તી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 : ખાદ્યતેલ બજારમાં સોમવારે ઘરાકી અટકી પડી હતી. સીંગતેલમાં વેચનારા રૂ. 1300નો ભાવ ઓફર કરી રહ્યા હતા. જોકે કોઇ લેવાલી દેખાતી ન હતી. બારમાસી માગ આ વર્ષે ઘણી ઓછી રહી છે એટલે લોકો જોઇએ તેટલું તેલ ખરીદીને ચલાવી રહ્યા છે. એકંદરે ભાવ ઘણા ઉંચા હોવાથી ભાવમાં આ વર્ષે ઝાઝી તેજી દેખાતી નથી. સોમવારે સીંગતેલમાં કોઇ કામકાજ થયા ન હતા. ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રૂ. 2015-2016 હતો. સીંગખોળમાં રૂ.37000ના ભાવ હતા. 
કપાસિયા વોશમાં રૂ.5 ઢીલાં પડતા રૂ. 1175-1178ના ભાવ ઓફર થતા હતા. વોશમાં ફક્ત ચારથી પાંચ ટેન્કરના સોદા થઇ શક્યા હતા. 
મલેશિયામાં ક્રૂડ પામતેલનો એપ્રિલ મહિનાનો કોન્ટ્રાક્ટ 78 રીંગીટની તેજીમાં 5034ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદર પર પામતેલનો હાજર ભાવ રૂ. 2 વધતા રૂ. 1137-1140 અને સોયાતેલનો ભાવ જળવાઇ રહેતા રૂ. 1174-1175 રહ્યો હતો.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer