પારસી પ્રથાથી અંતિમસંસ્કાર ઉપર રોક હટાવવાનો સુપ્રીમનો ઈનકાર

નવી દિલ્હી, તા. 17 : પારસી રીતરિવાજથી અંતિમ સંસ્કારની અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ટાવર ઓફ સાયલેન્સ ઉપર રોક હટાવવાનો ઈનકાર કરી દીધો છે. પારસી સમુદાય લાંબા સમયથી માગણી કરી રહ્યો છે કે તેઓને કોરોનાથી મૃત્યુ પામનારા પરિજનોનો અંતિમ સંસ્કાર પોતાના ધર્મ અનુસાર કરવાની છૂટ મળે. પારસી રિવાજમાં મૃતદેહને દફનાવવા કે દાહ સંસ્કાર કરવાની રોક છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer