ટૂંક સમયમાં ઓમિક્રોનની સ્વદેશી રસી

નવી દિલ્હી, તા. 17 : ભારત પાસે કોરોના મહામારી સામે પોતાની પહેલી મેસેન્જર રસી ટુંક સમયમાં આવી જશે. જીનોવા બાયોફાર્માસ્યુટિકલ મેસેન્જર રસીના ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ કંપની ખાસ કરીને ઓમિક્રોન માટેની રસી બનાવી રહી છે. જેના માટે પણ મેસેન્જર એટલે કે એમઆરએનએ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  મહારાષ્ટ્રના પુણે સ્થિત જીનોવા બાયોફાર્માસ્યટિકલે થોડા સમય પહેલા જ બીજા તબક્કાના પરિક્ષણનો ડેટા ફાર્મા રેગ્યુલેટરને સોંપ્યો હતો. સાર્સ કોવ2 વાયરસના ડેલ્ટા વેરિયેન્ટ ઉપર વિકસિત બે ડોઝની એમઆરએનએ રસીના બીજા તબક્કાનું પરિક્ષણ 3000 લોકો ઉપર કરવામાં આવ્યું હતું. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer