કોરોનાના ટેસ્ટ ઓછા થયા, નવા દરદી પણ ઘટયા, પણ મૃત્યુ વધ્યા

કોરોનાના ટેસ્ટ ઓછા થયા, નવા દરદી પણ ઘટયા, પણ મૃત્યુ વધ્યા
માર્ચ, 2020 પછી કુલ દરદીઓની સંખ્યા દસ લાખને પાર
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : સોમવારે મુંબઈમાંથી કોરોનાના 5956 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 10,05,818 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 50,757 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. સોમવારે જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 479 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 
છેલ્લા 24 કલાકમાં 12 કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,469 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 15,551 દરદીઓને રજા આપવામાં આવી હતી. મુંબઈમાં કોરોનાનો પ્રથમ દરદી 11મી માર્ચ, 2020ના દિવસે કોરોનાનો પ્રથમ દરદી મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાના દરદીઓની સંખ્યાએ દસ લાખનો આંકડો પાર કર્યો છે. મુંબઈમાં આજે રવિવારની સરખામણીમાં 1939 દરદી ઓછા મળ્યા છે.
ડબાલિંગ રેટ 55 દિવસનો છે. મુંબઈમાં અત્યારે 47 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 47,574 ટેસ્ટ કરવામાં આવી હતી. પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 38,140 બૅડમાંથી અત્યારે માત્ર 5628 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 14.70 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. રવિવારે મળેલા નવા દરદીમાંથી 45 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 4944 (83 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. પાલિકાએ દૈનિક 50થી 60,000 ટેસ્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું, પણ છેલ્લા 24 કલાકમાં 47,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના 31,111 નવા કેસ 
મહારાષ્ટ્રમાંથી સોમવારે કોરોનાના નવા 31,111 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 72,42,921 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,67,334 દરદી સારવાર હેઠળ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29,092 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં 22,64,217 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 2994 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં સારવાર હેઠળના સૌથી વધુ પેશન્ટસ થાણેમાં છે. થાણે જિલ્લામાં 63,109, પુણેમાં 60,686, મુંબઈમાં 50,757, રાયગઢ જિલ્લામાં 15,820, પાલઘર જિલ્લામાં 10,240, નાશિકમાં 10,414, સાતારામાં 5283 અને અહમદનગરમાં 4738 દરદી સારવાર હેઠળ છે. હિંગોલી જિલ્લામાં સૌથી ઓછા એટલે કે 198 દરદી સારવાર હેઠળ છે.  
થાણે શહેરમાંથી 1452 નવા કેસ 
સોમવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 726 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 1452 નવા દરદી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 1212, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 739, ઉલ્હાસનગરમાંથી 202, ભિવંડી-નિઝામપુરમાંથી 70, મીરા-ભાયંદરમાંથી 361, પાલઘર જિલ્લામાંથી 104, વસઈ-વિરારમાંથી 366, રાયગઢ જિલ્લામાંથી 672 અને પનવેલ શહેરમાંથી 1025 નવા કેસ મળ્યા હતા. 
ઓમિક્રોનના મુંબઈમાં ચાર અને મહારાષ્ટ્રમાંથી 122 નવા દરદી મળ્યા 
સોમવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના નવા 122 દરદી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 1860ની થઈ ગઈ છે. 959 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. સોમવારે મળેલાં 122  નવા દરદીમાંથી પુણે જિલ્લામાંથી 41. મીરા-ભાયંદરમાંથી 29, નાગપુરમાંથી 26, ઔરંગાબાદમાંથી 14, અમરાવતીમાંથી સાત, મુંબઈમાંથી ચાર, ભંડારા અને થાણે શહેરમાંથી ઓમિક્રોનનો એક-એક દરદી મળ્યો હતો.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer