નવી દિલ્હી, તા. 17 : દેશના આરોગ્ય મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકામાં કોઈ નાગરિકની સહમતી વિના બળજબરીથી રસીકરણની વાત જ નથી, તેવું કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં આપેલા સોગંદનામામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું રસીકરણ અભિયાન વિશ્વમા સૌથી મોટું રહ્યું છે. દિવ્યાંગ નાગરિકોને રસીકરણ પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ સંદર્ભે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, અમે કોઈપણ હેતુ માટે રસીનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત કરતો કોઈ, નિર્દેશ જારી કર્યો નથી.
Published on: Tue, 18 Jan 2022
રસી માટે બળજબરી ન કરી શકાય : કેન્દ્ર
