તપાસપંચનાં અધ્યક્ષ ઈંદુ મલ્હોત્રાને ધમકી

તપાસપંચનાં અધ્યક્ષ ઈંદુ મલ્હોત્રાને ધમકી
વડા પ્રધાનની સુરક્ષામાં ખામી
નવી દિલ્હી, તા.17: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બહાર આવેલી ક્ષતિની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ ગઠિત સમિતિનાં અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ ઈંદુ મલ્હોત્રાને હવે ધમકી મળી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાને ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. આ ફોન કરનાર શખસ કે પછી તે ક્યાં સમૂહ સાથે જોડાયેલો છે તેની કોઈ ઓળખ હજી સુધી મળી શકી નથી. જો કે આ ઘટના કોઈ મોટી સાજિશનો ઈશારો જરૂર કરી જાય છે. કારણ કે આ પહેલા વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકનાં મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વકીલોને પણ ધમકીઓ મળી ચૂકી છે. એ ધમકીઓમાં વિદેશમાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઈંદુ મલ્હોત્રાને પણ આ જૂથનાં નામે જ ધમકી આપવામાં આવી છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer