વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો શુભારંભ
નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ આર્થિક મંચના ડાવોસ એજન્ડા સમિટમાં રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ પોતાના કાર્યકાળમાં દેશમાં કરવામાં આવેલા 10 મોટા ફેરફાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, હવે મુશ્કેલ સમય પસાર થઈ ચૂક્યો છે. વડાપ્રધાને આર્થિક સુધાર ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, લાયસન્સ રાજ માટે બદનામ રહેલું ભારત હવે આગળ વધી ચૂક્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતીય યુવાનોમાં આજે ઈન્ટરપ્રેન્યોરશિપ એક નવી ઉંચાઈએ છે. ભારત દુનિયામાં રેકોર્ડ સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયર મોકલી રહ્યું છે. 50 લાખથી વધારે સોફ્ટવેર ડેવલોપર ભારતમાં કામ કરી રહ્યા છે.આજે ભારત યુનિકોર્નસ મામલામાં દુનિયામાં ત્રીજા ક્રમાંકે છે. જેમાથી 40 યુનિકોર્ન ગયા વર્ષે બન્યા છે.
Published on: Tue, 18 Jan 2022
ભારતમાં રોકાણની ઉત્તમ તક : મોદી
