પદ્મવિભૂષણ કથ્થક સમ્રાટ બિરજુ મહારાજનું નિધન

પદ્મવિભૂષણ કથ્થક સમ્રાટ બિરજુ મહારાજનું નિધન
નવી દિલ્હી, તા. 17 : ભારતીય નૃત્ય શૈલીને વિશ્વપટલ પર મૂકનાર પ્રસિદ્ધ કથ્થક નૃત્યકાર અને પદ્મવિભૂષણ પંડિત બિરજુ મહારાજ (પંડિત બ્રિજમોહનદાસ મિશ્ર)નું રવિવારની મોડીરાત્રે હૃદયરોગના હુમલામાં નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે દિલ્હીની સાકેત હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા.
કથ્થક સમ્રાટને પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતું. તેઓના કથ્થક ડાન્સના માત્ર?દેશમાં જ નહીં વિદેશોમાં પણ ચાહકો હતા. તેમના પૌત્રી રાગિણી મહારાજે પીટીઆઇને નિધનના સમાચાર આપ્યા હતા. તેઓ રાત્રે ભોજન પછી અંતાક્ષરી રમી રહ્યા હતા અને અચાનક જ મુશ્કેલી ઊભી થઇ હતી. 
તેઓ કિડની અને ડાયાબિટીસની બિમારીથી પીડાતા હતા. મહારાજે સત્યજીત રેની એક ફિલ્મ `શતરંજ કે ખિલાડી'માં ગીત પણ ગાયું હતું.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer