ફાતિમા સના શેખ ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં

ફાતિમા સના શેખ ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં
દંગલ ફિલ્મ દ્વારા જાણીતી બનેલી અભિનેત્રી ફાતિમા સના શેખ સેમ બહાદુર ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. મંધના ગુલઝારની આ ફિલ્મ ફિલ્ડમાર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત છે અને વિકી કૌશલ અને સંજય મલ્હોત્રા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનાં પેગડામાં પગ નાખવા માટે ફાતિમા ભારે સંશોધન કરી રહી છે. તેણે તેમને સમજવા માટે તેમના જીવન પર આધારિત પુસ્તકો વાંચ્યા તથા ડૉક્યુમેન્ટરીઓ જોઈ છે. આ દ્વારા તે તેમની બોલવા ચાલવાની અને ઉઠવા બેસવાની ઠબ સમજી રહી છે. આ અત્યંત જવાબદારીભર્યું પાત્ર છે અને ફાતિમા તેને સંપૂર્ણ ન્યાય આપવા માગે છે. 
દંગલ ફિલ્મમાં ફાતિમાએ વાસ્તવિક જીવનનું બૉક્સર ગીતા ફોગાટનું પાત્ર ભજવ્યું હતું. ગીતાએ કૉમવેલ્થ ગેમ્સમાં બૉક્સિંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી આપ્યું હતું.  તેના આગવા આત્મવિશ્વાને પગલે જ સેમ બહાદુરમાં તેની ઇન્દિરા ગાંધીના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓનો ઇતિહાસનું આ અત્યંત પ્રભાવશાળી અને પડકારરૂપ પાત્ર છે.
દરમિયાન ફાતિમા છેલ્લે અજીબ દાસ્તાનમાં જોવા મળી હતી. આ ઉપરાંત અન્ય એક ફિલ્મમાં તે અનિલ કપૂર સાથે જોવા મળશે. 
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer