મૉડર્ન લવના દેશી વર્ઝનમાં પ્રતિક ગાંધી

મૉડર્ન લવના દેશી વર્ઝનમાં પ્રતિક ગાંધી
અમેરિકન રૉમેન્ટિક કૉમેડી ઍન્થોલૉજી ટેલિવિઝન સીરિઝ મર્ડર્ન લવનું ભારતીય વર્ઝન તૈયાર થઈ રહ્યું છે. જૉન કાર્ની દ્વારા બનાવવામાં આવેલી આ સીરિઝમાં હંસલ મહેતા, વિશાલ ભારદ્વાજ, અંજલિ મેનન, અલંકૃતા શ્રીવાસ્તવ, ધ્રુવ સેહગલ અને સોના બોઝ જેવા દિગ્દર્શકોએ આ પ્રૉજેકટને હાથ ધર્યો છે અને તેમાં પ્રતિક ગાંધી, વામિક ગબ્બી અને ફાતિમા સના શેખ જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. આ એન્થૉલૉજી સીરિઝમાં આધુનિક પ્રેમના જુદાજુદા અને જટિલ સ્વરૂપને માનવીય લાગણીઓ સાથે જોવા મળશે. દરેક એપિસોડમાં નવી વાર્તા હશે જે અખબારમાં પ્રસિદ્ધ થયેલી આ સંબંધિત કટાર પર આધારિત છે. અમેરિકન સીરિઝની ભારતીય આવૃત્તિમાં આ જ સંકલ્પના હશે, પરંતુ તેમાં ભારતીય માનસિકતાનો ઉમેરો કરવામાં આવશે. દરેક કલાકારને નવીન પ્રકારની ભૂમિકા ભજવવાની તક મળશે. દરેક કલાકાર અલગ અલગ દિગ્દર્શકની વાર્તામાં અભિનય કરતાં જોવા મળશે. આ સીરિઝનું શૂટિંગ 2021માં થઈ ગયું છે અને હવે ટૂંકસમયમાં ઓટીટી પર રજૂ થશે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer